Site icon hindtv.in

સ્લીપ પેરાલિસિસ શું છે ?

સ્લીપ પેરાલિસિસનું કારણ શું છે?
Spread the love

સ્લીપ પેરાલિસિસ શું છે ?

 

એન્કર :
બગડેલી જીવનશૈલી એકંદર આરોગ્ય પર ખરાબ અસર કરી રહી છે. જેના કારણે જ્યાં એક તરફ અનેક રોગોનો ખતરો વધી રહ્યો છે તો બીજી તરફ ઉંઘમાં પણ ખલેલ પડી રહી છે. જેના કારણે સ્વાસ્થ્યને વધુ ગંભીર જોખમ ઉઠાવવું પડી શકે છે. બદલાતી ઊંઘની પેટર્નને કારણે ઊંઘની સમસ્યા પણ વધી રહી છે. આમાંથી એક સ્લીપિંગ પેરાલિસિસ છે. આમાં, ઊંઘ દરમિયાન એવો ભાસ થાય છે કે તેઓ ઊંચા સ્થાનેથી પડી ગયા, ઊંડા પાણીમાં ડૂબી ગયા અથવા નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું. જો કે આ એકદમ સામાન્ય હોઈ શકે છે પરંતુ કેટલાક લોકોમાં તે ગંભીર બની જાય છે. ઘણી વાર સુતેલા વ્યક્તિને એમ લાગે કે તેની છાતી પર કોઇ બેઠું છે. અથવા તેનું ગળું જોરથી દબાવી રહ્યું છે અથવા તેઓ બિલકુલ બોલી શકતા નથી. આને સ્લીપ પેરાલિસિસ કહેવાય છે.

વીઓ :
આ એક પ્રકારની સ્લીપિંગ ડિસઓર્ડર છે, જેમાં તમને એવું લાગે છે કે તમે ઊંઘમાંથી બહાર આવ્યા છો અને કોઈ કામ કરી શકતા નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે હાથ અને પગ હલાવી શકતો નથી. આને સ્લીપ પેરાલિસિસ કહેવાય છે. જો સાદા શબ્દોમાં સમજીએ તો આમાં મન જાગૃત છે અને શરીર સૂતું છે. આ સમસ્યા ઊંડી ઊંઘમાં જતા પહેલા અથવા જાગવાના થોડા સમય પહેલા જોવા મળે છે.

સ્લીપ પેરાલિસિસનું કારણ શું છે?
ઊંઘનો અભાવ
ઊંઘની પેટર્નમાં ફેરફાર
વધારે દવાનું સેવન
ખૂબ તણાવ
ફોબિયા કે ડર

 

Exit mobile version