ભાવનગર રસાલા કેમ્પમાં “બાઇકની ચાવી શું કામ કાઢી” ?
યુવાનને બે ભાઈઓએ ધોકાવી નાંખ્યો
ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતો સિંધી યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બે ભાઈઓએ યુવાનને અટકાવી તેની બાઈકની ચાવી ખેંચી લેતા ચાવી ખેંચવાનું કારણ પૂછતા યુવાન પર બંને ભાઈઓએ પાઇપ ધોકા વડે હુમલો કરી ગંભીર ઇંજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર બનાવવા અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના એસપી કચેરી સામે આવેલ રસાલા કેમ્પમાં ન્યુ ગુરુદ્વારા સામે રહેતા અને મોબાઈલ શોપ ધરાવતા ભાવેશ હરેશ પારવાણી સિંધી ઉંમર વર્ષ 22 એ રસાલા કેમ્પમાં જ રહેતા સમીર પ્રકાશ રાજાણી, ધીરજ પ્રકાશ રાજાણી-સિંધી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે પોતાના ઘરેથી બાઈક લઈને સંત કંવરરામ ચોકમાં આવેલ શાળાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સમીર તથા ધીરજે તેને બાઈક સાથે અટકાવ્યો હતો અને સમીરે ભાવેશના બાઈકની ચાવી ખેંચી લીધી હતી.આથી ભાવેશે સમીરને ચાવી ખેંચી લેવાનું કારણ પૂછતા બંને ભાઈઓએ ભાવેશને ભૂંડા બોલી ગાળો દઈ પાઇપ અને ધોકા પડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત ભાવેશને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ તેણે બંને હુમલાખોર ભાઈઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..

