Site icon hindtv.in

સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટી પકડાઈ

સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટી પકડાઈ
Spread the love

સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટી પકડાઈ
ત્રણ માછીમારોને ઝડપી પાડી કરોડોની ઉલ્ટી કબ્જે કરી
1 કરોડ 7 લાખની કિંમતની 1.71 કિલોગ્રામ વ્હેલી માછલીની ઉલ્ટી

સુરત એસઓજીની ટીમે યુપીથી સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટી વેંચવા આવેલા ત્રણ માછીમારોને ઝડપી પાડી કરોડોની ઉલ્ટી કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાં વ્હેલ માછલીની ઉલ્ટી લાવી વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે પીઆઈ જેએમ પરમારની ટીમના પીએસઆઈ એમડી સરવૈયાની ટીમે ડિંડોલીમાંથી ત્રણ યુપીવાસી માછીમાર અમબ્રીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય અને સંદીપ દિપાશંકર ઉપાધ્યાયને ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડ 7 લાખની કિંમતની 1.71 કિલોગ્રામ વ્હેલી માછલીની ઉલ્ટી કબ્જે કરી તેઓને વ્હેલ માછલીની ઉલ્ટી આપનાર માછીમારને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો આરોપીઓ સુરતમાં ઉંચી કિંમતે વ્હેલ માછલીની ઉલ્ટી વેંચવા આવ્યા હોવાની કબુલાત કરી હતી.

Exit mobile version