Site icon hindtv.in

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ગુજરાતમાં આગાહી.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ગુજરાતમાં આગાહી.
Spread the love

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ગુજરાતમાં આગાહી.
આગ ઝરતી ગરમી વચ્ચે કરા સાથે માવઠાના આગાહી.
3-10 મે દરમિયાન અનેક વિસ્તારમાં તીવ્ર માવઠુ પડશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. કેટલાક શહેરોમાં તો તાપમાનનો પાસે 44 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી,બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, પંચમહાલ, તાપી સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદ નાગરિકો સાથે ખેડૂતોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગે 3 મે થી 6 મે ની વચ્ચે માવઠાની આગાહી કરી છે. 3 મે એ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી છે.ચોથી મે ના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. પાંચમી અને છઠ્ઠી મેના રોજ રાજ્યના અનેક જિલ્લામાં માવઠું મુશ્કેલી વધારી શકે છે.

કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version