સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ પાણી ભરાવાની સ્થિતિ
વરાછાના ઉમિયાધામ મંદિર નજીક રસ્તા પાણીમાં ગરકાવ
જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળે,
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વરાછાના ઉમિયાધામ મંદિર નજીક રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે વરાછાના ઉમિયાધામ મંદિર પાસેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે અને વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકાની ટીમો એલર્ટ મોડ પર મૂકવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાયુ હતું અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળે, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહે અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. સુરક્ષા જ સૌથી મોટી પ્રાથમિકતા છે.

