Site icon hindtv.in

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા
Spread the love

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા
પાણી ભરાવાથી રોગચાળાની સ્થિતિ સર્જાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ
પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનો દાવો

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપો કર્યા હતાં. સ્થાનિકોએ કહ્યુ હતું કે પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આશરે 50 જેટલા લોકો બીમાર પડ્યા છે.

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે સોસાયટીમાં રહેતા આશરે 50 જેટલા લોકો બીમાર પડ્યા છે. વરસાદ ન હોવા છતાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ મનપા દ્વારા પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે, મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવે અને વિસ્તારમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

Exit mobile version