જળ એજ જીવનને ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યુ
દુધાળા ગામે દેશભરમાં જળક્રાંતિ સર્જી
ગાગડીયો નદીને પુનઃ જીવીત કરવાનું ક્ષેય પદ્મશ્રી સવજી ધોળકિયાને
જળ એજ જીવનને ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યુ હોય તો તે છે અમરેલીના લાઠીનું દૂધાળા ગામ. દુધાળા ગામે દેશભરમાં જળક્રાંતિ સર્જીને ત્રણ ત્રણ તાલુકાના 75 જેટલા ગામડાઓમાં ખેતીક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ હાંસિલ કરી છે 2017 થી લઈને 2026 સુધીના 8 વર્ષમાં 175 જેટલા ડેમ, સરોવર નિર્માણ કરીને 52 કિલોમીટરમાં ગાગડીયો નદીને પુનઃ જીવીત કરવાનું ક્ષેય પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાના લાઠી, બાબરા અને લીલીયા તાલુકાના 57 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ રૂપ પાણીનો જળ સંગ્રહ ધોળકિયા ફાઉન્ડેશનની જળક્રાંતિથી ગાગડિયો નદી બની ગઈ છે ખેડૂતોની જીવનરેખા…….જળક્રાંતિ થકી લાઠી,બાબરા, લીલીયા તાલુકાના ગામડાંમાં ખેતી, પર્યાવરણ અને અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો છે લાઠી તાલુકાના દુધાળા ગામે જળક્રાંતિ આજે સમગ્ર વિસ્તારમાં આશાનું નવું પ્રતીક બની છે. વર્ષો સુધી પાણીની અછતથી પીડાતા આ ગામડાંઓમાં આજે સરોવર, પુનઃજીવિત નદી અને ઊંચા આવેલા ભૂગર્ભ જળસ્તર કારણે ખેતી, પર્યાવરણ અને ગ્રામિણ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 52 કિલોમીટર વિસ્તારમાં વહેતી ગાગડિયો નદી આજે ઘૂઘવાટા કરતી વહે છે અને ત્રણ તાલુકાના 57 થી વધુ ગામોના ખેડૂતો માટે જીવનદાઇ સાબિત થઈ છે, એક જ સિઝનનો પાક લેવાતો હતો ને ખેતી ઉજ્જડ બનતી જતી અને ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું આ પરિસ્થિતિના કારણે ગામડાંમાંથી મોટા પ્રમાણમાં લોકો રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્થળાંતર કરવા લાગ્યા. ખેતરો ખાલી પડતા ગયા, જમીનો વેચાવા લાગી અને ગામડાં ધીમે ધીમે ખાલી થવાની દિશામાં આગળ વધી રહ્યાં હતા, લાખો હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. જ્યાં પહેલાં પાણી માટે સંઘર્ષ હતો, ત્યાં આજે ખેતરોમાં સરળતાથી પાણી ઉપલબ્ધ છે. નદી પુનઃજીવન પહેલાં એક એકર જમીનની કિંમત માત્ર 5 લાખ રૂપિયા હતી. આજે તે જ જમીનનો ભાવ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
પાણીના અભાવે અગાઉ આ વિસ્તારમાં માત્ર ચોમાસામાં એક જ સિઝનની ખેતી શક્ય હતી. આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ત્રણ સિઝનમાં પાક લેવાઈ રહ્યા છે. ઘઉં, કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકો ઉપરાંત હવે બાગાયતી ખેતી પણ શક્ય બની છે કેળા, શેરડી, પપૈયા સહિત વિવિધ બાગાયતી અને સીઝનેબલ પાકો ખેડૂતો ઉગાડી રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગામડાંની આર્થિક સ્થિતિ મજબૂત બની છે જ્યારે આ અલગ અલગ સરોવરોના ઉદ્ઘાટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના રાજનેતાઓ કરી ચૂક્યા છે, ત્યારે જળક્રાંતિ થકી ખેડૂતો બારેમાસ ખેતી કરીને ગ્રામીણ ગામડામાં નવચેતના આવી છે.
માર્ચ 2017 થી લાઠી તાલુકામાં પસાર થતી ગાગડિયો નદીના પુનઃજીવનનું મહત્ત્વાકાંક્ષી કાર્ય શરૂ થયું. 300 ફૂટ પહોળી, 25 ફૂટ ઊંડી અને લગભગ 52 કિલોમીટર લાંબી આ નદી ત્રણ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાંથી પસાર થાય છે નદીનું કામ શરૂ થયું ત્યારે પાણીનું TDS લગભગ 2000 હતું, જે ખેતી કે પીવાને ઉપયોગ લાયક ન હતું. સતત સફાઈ, યોગ્ય પહોળાઈ-ઊંડાઈ અને પાણી સંગ્રહના આયોજનથી નદીનું સ્વરૂપ બદલાયું. કામ પૂર્ણ થતાં TDS ઘટીને 400 સુધી આવ્યું અને નદીનું પાણી પીવા લાયક બન્યું. આજે નદીમાં પાણી ઘૂઘવાટા સાથે વહે છે અને આસપાસના વિસ્તારોમાં જીવન ફૂંકી રહ્યું છે. સરોવરના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવા લાગ્યું આસપાસના કૂવા અને બોરવેલોમાં પાણી વધવા લાગ્યું અને ખેતીમાં ફરી જીવ આવ્યો છે, આજે પણ આ પ્રોજેક્ટ દ્વારા છેક લીલીયાના ક્રાંકચ સુધી લઈ જઈને સંપૂર્ણ ખારાપાટ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

