નવસારી શહેરમાં જળબંબાકાર
વરસાદના કારણે સીટી ગાર્ડન અને રોયલ પાર્ક સોસાયટી પાણીમાં
વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો
નવસારી શહેરમાં માત્ર બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદના કારણે સીટી ગાર્ડન અને રોયલ પાર્ક સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારીમાં માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ અનેક સોસાયટીઓના પ્લોટમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત બન્યું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે નોકરીએ જતા લોકો, સૌને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ થોડા જ કલાકના વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

