ખટોદરામાં વોન્ટેડ અપહરણ અને પોક્સોના આરોપીની ધરપકડ
ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી
ખટોદરા પોલીસ મથકમાં અપહરણ અને પોક્સોના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘણા લાંબા સમયથી વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોર્ડની ટીમે બાતમીના આધારે પાંડેસરા બમરોલી મેઈન રોડ પર આવેલ લક્ષ્મી હોમ સામેથી ખટોદરા પોલીસ મથકમાં બે વર્ષ પહેલા નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા મુળ નેપાળનો અને હાલ પાંડેસરા ખાતે રહેતા સંજયકુમાર હરીંદર સાહ ને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
