સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટરમાં વોન્ટેડ જયેશને પગમાં ગોળી
35થી વધુ ગુનામાં વોન્ટેડ જયેશ ઉર્ફે બારકુ પાટીલને પગમાં ગોળી વાગી
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ સાથેની અથડામણમાં 35થી વધુ ગુનામાં વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલને પગમાં ગોળી વાગી હતી. લાજપોર જેલથી લાવતી વખતે આરોપીએ વોમિટિંગ અને લઘુશંકાનુ બહાનુ કરતા પોલીસ જવાનો ગાડી ઉભી રાખતા પીએસઆઈની પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ આરોપીએ કરતા તેના પગમાં ગોળી મારવામાં આવતા ઈજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં ભાજપ યુવા નેતા જય દલાલ હત્યા કેસ અને ગેરકાયદે હથિયારોના રેકેટમાં સંડોવાયેલા 35થી વધુ ગંભીર ગુનાના હિસ્ટ્રીશીટર જયેશ ઉર્ફે બારકુ પાટીલને લાજપોર જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવતી વખતે મોટી અથડામણ સર્જાઈ હતી. સચીન જીઆઈડીસીના બુઢાણા ગામ નજીક ઉલ્ટી અને લઘુશંકાનું બહાનું કાઢી ગાડી રોકાવ્યા બાદ પીએસઆઈનું સર્વિસ વેપન આંચકી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરી તેને કાબૂમાં લીધો હતો. પગમાં ગોળી વાગતાં ઈજાગ્રસ્ત આરોપીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયેશ પાટીલ સામાન્ય આરોપી નથી, પરંતુ હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ જેવા 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં ધરપકડ થઈ ચૂકેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે.

