સુરતમાં વર્ષ 2017 માં સરથાણામાં લુંટ વીથ ધાડમાં વોન્ટેડ
આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને જામનગરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
સુનીલ ઉર્ફે સોનીયો જેદુન ઉર્ફે યહુન સારેલને જામવંથલી ઝડપ્યો
સુરતમાં વર્ષ 2017માં સરથાણામાં નોંધાયેલા લુંટ વીથ ધાડના ગુનામાં આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને જામનગરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષ 2017માં સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા લુંટ વીથ ધાડના ગુનામાં આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી એવા સુનીલ ઉર્ફે સોનીયો જેદુન ઉર્ફે યહુન સારેલને જામનગરના જામવંથલી ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જ સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

