સુરત પુણામાં લાખોની ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ

Featured Video Play Icon
Spread the love

સુરત પુણામાં લાખોની ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ
એલલસીબી ઝોન વનની ટીમે વોન્ટેડ બે આરોપીને ઝડપ્યા
ધનામલ ફટનદાસ ખટનાની અને જગદીશ જેઠાનંદ લાલવાણી ઝડપ્યા

સુરત એલસીબી ઝોન વનની ટીમે પુણા પોલીસ મથકમાં લાખોની ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા આપેલી સુચનાને લઈ એલસીબી શાખા ઝોન વનની ટીમના અહેકો સહદેવસિંહ અને કરણસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે પુણા પોલીસ મથકમાં 41 લાખ 76 હજારથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ધનામલ ફટનદાસ ખટનાની અને જગદીશ જેઠાનંદ લાલવાણીને ઝડપી પાડી તેઓનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *