Site icon hindtv.in

કાપોદ્રા હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

કાપોદ્રા હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Spread the love

કાપોદ્રા હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
મોહિત ઉર્ફે ભાણોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, ત્રણ હજુ ફરાર
આરોપીએ યુવકને માર મારી નહેરમાં લાશ ફેંકી નાસી ગયા હતા
હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈ સૌરાષ્ટ્રમાં છુપાયો હતો

સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં વોન્ટેડ આરોપીની સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી એ.આર.મોલની નજીકથી આરોપી ને ઝડપી પાડ્યો છે.

આ અંગે ડીસીબીએ જણાવ્યું હતું કે , આરોપીના ગેરેજમાં કામ કરતા નીતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનજય ચૌધરી ભગાડીને લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરુ રચ્યું હતું. તારીખ 08 એપ્રિલ 2025ના રોજ આરોપી મોહિત ઉર્ફે ભાણો અને તેના ત્રણ સાગરીતો દીક્ષિત મકવાણા, જય ઉર્ફે બાવો, અને કપીલ નામના ઇસમોએ મળીને નીતેશના કહ્યા મુજબ ધનજય વિશે માહિતી મેળવવા માટે પ્રભાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો હતો. તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને માર મારવામાં આવ્યો હતો. વધુમાં ચારેય આરોપીઓ દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ લાશ છુપાવવા અને કોઈ પુરાવા ન મળે તે હેતુથી ચારેય આરોપીઓએ ભેગા મળીને લાશને પીપોદરા હાઈવે પર આવેલી નહેરના પાણીમાં ફેંકી દીધી હતી. થોડા દિવસોમાં લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈ સૌરાષ્ટ્રમાં છુપાયો હતો. તાજેતરમાં સુરત શહેરમાં તેની હાજરી અંગે બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે મોટા વરાછા વિસ્તારમાંથી આરોપી મોહિતને ઝડપી પાડ્યો હ

Exit mobile version