સુરત શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસ
ન્ટેડ ઈમરાન ઉર્ફે ઈમુ બસીર શેખને ઝડપી પાડ્યો
સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ એસઓજીની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલા ફરાર અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓજી દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે. ત્યારે નાયબ પોલીસ કમિશ્નર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એએસ સોનારાની ટીમે બાતમીના આધારે ઉધના દરવાજા નજીકથી પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ ઈમરાન ઉર્ફે ઈમુ બસીર શેખને ઝડપી પાડી તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

