નર્મદાના રાજપીપળામાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું વોકઆઉટ.
પીએમ ના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં થયો વિવાદ.
ઈશ્વરસિંહ પટેલ અને ગણપત વસાવાની હાજરીમાં જ થયું અપમાન.
નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે
નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં ના આવ્યું હોવાનો આક્ષેપ લગાવી ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી, જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે, જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીના કારણે જ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.’
મળતી જાણકારી અનુસાર, નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભારે હોબાળો સર્જાયો હતો. નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો હતો કે કાર્યક્રમમાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું નહોતું અને તેમનું નામ પણ લેવામાં આવ્યું નહોતું. જેના કારણે તેઓ નારાજ થઈ કાર્યક્રમ સ્થળે જ ધરણા પર બેસી ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

