સુરેન્દ્રનગર જેપરમાં ફરી મતદાન પ્રક્રિયા શરૂ
ઇવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા ગઈકાલે મતદાન રદ કરાયું હતું
સુરેન્દ્રનગરના જેપર ગામમાં આજે ફરી મતદાન શરૂ થયું છે. ગઈકાલે ઈ.વી.એમ. મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના જેપર ગામમાં ચૂંટણી પંચ દ્વારા આજે સવારથી પુનઃ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મતદાન જિલ્લા પંચાયતની એક અને ચુડા તાલુકા પંચાયતની છ બેઠકો માટે યોજાઈ રહ્યું છે. ગઈકાલે ઈ.વી.એમ. મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી.
ગામમાં રાત્રે ઢોલ વગાડીને ફરી મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન બાદ આવતીકાલે મતગણતરી (પરિણામ) યોજાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

