Site icon hindtv.in

મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન શરૂ

બારડોલી:મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન શરૂ
Spread the love

મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન શરૂ
મઢી સુગરની 14 બેઠકો માટે 43 ઉમેદવારો વચ્ચે જંગ
18 હજારથી વધુ ખેડૂત મતદારો કરશે મતદાન
સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી ચર્ચિત મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શરૂ થયેલા મતદાનને લઈને ખેડૂતો અને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુલ 14 બેઠકો માટે 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે 3 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી મઢી સુગરની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની અવરજવર જોવા મળી રહી છે. અનેક મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી. મઢી સુગરની કુલ 14 બેઠકો માટે 43 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આ ચૂંટણીમાં ‘સહકાર પેનલ’ના સમીરભાઈ ભક્ત અને ‘કિસાન પરિવર્તન પેનલ’ના જીતેન્દ્રભાઈ પટેલ ઉર્ફે જીતુભાઈ બામણી સહિત બંને પેનલ દ્વારા પોતાની જીતના દાવા કરવામાં આવ્યા છે.

મઢી સુગરની આ ચૂંટણીમાં 18 હજારથી વધુ ખેડૂત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હવે સૌની નજર આગામી 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારી મતગણતરી પર છે. મઢી હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાશે અને મતપેટીઓ ખુલ્યા બાદ ચૂંટણીના પરિણામો જાહેર થશે..

Exit mobile version