સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આપ તરફે મતદારોનો ઝુંકાવ
મનોજ સોરઠીયા અને ચિત્રેશ અનાજવાલાની પત્રકાર પરિષદ
બોગસ મતો નાંખવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આપ તરફે મતદારોનો ઝુંકાવ હોવાની વાત કરી આપ નેતા મનોજ સોરઠીયા અને ચિત્રેશ અનાજવાલા સહિતનાઓએ પત્રકાર પરિષદમાં બોગસ મતો નાંખવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં આપ નેતા મનોજ સોરઠીયા અને ચિત્રેશ અનાજવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતું કે આ ચૂંટણીમાં સાબિત થયું કે આપને ગુજરાતના લોકોએ એક વિકલ્પના રૂપમાં સ્વીકારી છે. મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીતીને આવશે. 2027માં પરિવર્તનની આશા આવતીકાલે જીવંત થશે. આપ ચૂંટણીમાં લડતી દેખાઈ અને કોંગ્રેસે હથિયારો એઠા મુકી દીધા હતાં. તો ઘણી જગ્યાએ બોગસ મતો નાંખવાની કોશિશ કરવામાં આવી હોવનો પણ આરોપ કરાયો હતો. આ ચૂંટણી લગભગ ભાજપ વિરૂદ્ધ નહીં પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ બુટલેગરો સહિતના તત્વો વિરૂદ્ધની ચૂંટણી હતી. આપની પ્રતિષ્ઠા ખરડાય એવા તમામ પ્રયત્નો ભાજપે કર્યા હતાં. અને કોંગ્રેસે જીતવા માટે તાકાત લગાવવાની જગ્યાએ ભાજપને મદદ થાય એ રીતે ચૂંટણી લડી હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે આપ નેતા સાગરભાઇ રબારીએ આપેલા રાજીનામા અંગે કહ્યુ હતુ કે સાગરભાઈ વર્ષો સુધી ભાજપ સામે લડ્યા, હવે એ સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે.

