Site icon hindtv.in

સુરત ડાયમન્ડ બુર્સમાં રશિયન ડેલિગેટ્સની મુલાકાત

સુરત ડાયમન્ડ બુર્સમાં રશિયન ડેલિગેટ્સની મુલાકાત
Spread the love

સુરત ડાયમન્ડ બુર્સમાં રશિયન ડેલિગેટ્સની મુલાકાત
ભારત-રશિયા વેપાર સહકાર પર સુરતમાં મહત્વપૂર્ણ બેઠક
ડાયમન્ડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા અવસરોની શોધ
સુરત બનશે આંતરરાષ્ટ્રીય વેપારનું નવું કેન્દ્ર

સુરત ડાયમન્ડ બુર્સ ખાતે આર એન્ડ બી ઈમ્પોર્ટ એક્સપોર્ટની મુલાકાતે આવેલા રશિયન ડેલિગેટ્સે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સહકાર વધારવા ચર્ચા કરી હત. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપારના નવા અવસરો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સુરતના પ્રતિષ્ઠિત ડાયમન્ડ બુર્સમાં આર એન્ડ બી ઈમ્પોર્ટ એક્સપોર્ટ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રશિયન ફેડરેશનના મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડના પ્રતિનિધિ ઝ્લાતા એન્ટુશેવા ઉપસ્થિત રહ્યા હતાં. ભારતમાં રશિયાના ટ્રેડ રિપ્રેઝન્ટેશનના પ્રતિનિધિ તરીકે તેમણે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ અંગે માહિતી મેળવી અને સ્થાનિક ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તો આ પ્રસંગે લાલુભાઈ પટેલ તથા ઓપેશ ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ઓપેશ સિંઘ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. બેઠક દરમિયાન આયાત-નિકાસ ક્ષેત્રમાં નવા વ્યવસાયિક સંબંધો મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારને નવી દિશા આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો રશિયન ડેલિગેટ્સની આ મુલાકાત સુરતના ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વેપારિક સહકારને વધુ ગતિ આપશે.

Exit mobile version