Site icon hindtv.in

સુરતમાં બકરી ઈદ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને

સુરતમાં બકરી ઈદ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને
Spread the love

સુરતમાં બકરી ઈદ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને
ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાના મુદ્દે આવેદન
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ચેકિંગ વધારવાની માંગ

સુરતમાં બકરી ઈદ પહેલા ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ખાસ કરીને રાત્રિના સમયે શહેરમાં ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ચેકિંગ વધારવાની માંગ કરાઈ છે.

વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિહિપએ કહ્યુ હુતં કે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પરિવહન વધી રહ્યું છે, જેના કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આવેદનમાં ખાસ કરીને બકરી ઈદ દરમિયાન આવી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા દર્શાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરવા, શહેરના પ્રવેશદ્વારો પર ખાસ નજર રાખવા અને ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવા માંગ કરવામાં આવી છે.

વિહિપે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવે. આ મુદ્દે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

Exit mobile version