Site icon hindtv.in

નવસારીના જુનાથાણા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર પ્રદર્શન અને ધરણા

નવસારીના જુનાથાણા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર પ્રદર્શન અને ધરણા
Spread the love

નવસારીના જુનાથાણા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર પ્રદર્શન અને ધરણા
ભાજપ અને મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ સામે ઉગ્ર પ્રદર્શન

નવસારીના જુનાથાણા ખાતે જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ સામે ઉગ્ર પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા

ભાજપે કોંગ્રેસના ટેકનોલોજી અને બેરોજગારીના મુદ્દે કરાયેલા વિરોધને દેશની છબી બગાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ‘ગદ્દાર’ના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી. નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કરીને દેશને લાંછન લગાવ્યું છે, તે અત્યંત નિંદનીય છે. રાહુલ ગાંધી અને તેમના કાર્યકરો દ્વારા કરાયેલી ટિપ્પણીઓ અભદ્ર છે. દેશની મહિલાઓ આવી નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં ભાજપનો યુવા મોરચો અને મહિલા મોરચો આખા દેશમાં આ ઘટનાને વખોડી રહ્યો છે જુનાથાણા ખાતે 400થી 500 બહેનોની ઉપસ્થિતિમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ભાજપની મુખ્ય માંગ છે કે રાહુલ ગાંધી દેશની માફી માંગે. તેમણે કહ્યું કે, એક તરફ વડાપ્રધાન મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પરિવાર અને તેમના સભ્યો સોશિયલ મીડિયા પર વાંધાજનક ટ્વીટ કરીને દેશના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની નીતિઓમાં સુધારો નહીં કરે અને દેશના વિકાસમાં સહયોગી નહીં બને, ત્યાં સુધી આ પ્રકારના વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે.

Exit mobile version