Site icon hindtv.in

ઉમરપાડા તાલુકા ના વન કર્મીઓ પર હિંસક હુમલો

ઉમરપાડા તાલુકા ના વન કર્મીઓ પર  હિંસક હુમલો
Spread the love

ઉમરપાડા તાલુકા ના વન કર્મીઓ પર હિંસક હુમલો
નવ કર્મચારીઓ પર દબાણકર્તા ઓ દ્વારા હુમલો કરાયો.

ઉંમરપાડા તાલુકા માં આવેલ વડપડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારીઓ પણ ખેડૂતોએ હિંસક હુમલો કર્યો હતો. વડપાડા રેન્જ અને સાગબારા રેન્જ વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વન વિભાગ ના કર્મચારી ઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઉંમરપાડા તાલુકા માં આવેલ વડપાડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા ત્રણ વન વિભાગ ના કર્મચારી અને છ જેટલાં રોજમદાર કર્મચારીઓ પણ ખેડૂતોએ હિંસક હુમલો કર્યો હતો. વડપાડા રેન્જ અને સાગબારા રેન્જ વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વન વિભાગ ના કર્મચારી ઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.જોકે દબાણકર્તાઓ બેકાબુ બનતા ફોરેસ્ટ અધિકારી અને કર્મચારીઓ પરહિંસક હુમલો કર્યો હતો. તેમાં આર એફ ઓ ભોલાસીંગ વસાવાને લાકડી વડે હુમલો કરી છાતી માં અને પાછળના ભાગે તિક્ષણ ભાલા થી કાન પર હુમલો કર્યો હતો.અંબાલાલ વસાવાને માથા ના ભાગે લાકડીનો ફટકો અને જમણાં હાથની આંગણીમાં ફેક્ચર થયું હતું.ઉષાબેન ચૌધરી ને પણ શરીરે ઈજાઓ થતા સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણથતા ડી.વાય.એસ.પી.બી.કે.વનાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે.
રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ માંડવી.

Exit mobile version