સુરતમાં ટ્રાફિક નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન
હેલ્મેટ વગર એક્ટિવા સવારોએ થાર કાર પાછળ રેલી કાઢી
ટ્રાફિક એસીપી દ્વારા તપાસના આદેશ અપાયા
સુરતમાં કેટલાક લોકો વારંવાર ટ્રાફિક નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે હેલ્મેટ વગર એક્ટિવા સવારોએ થાર કાર પાછળ રેલી કાઢી હતી જે વિડીયો વાયરલ થતા ટ્રાફિક એસીપી દ્વારા તપાસના આદેશ અપાયા છે.
સુરતમાં હેલ્મેટ વગર એક્ટિવા સવારોની રેલીનો વિડીયો વાયરલ થયો છે. એક થાર કારની પાછળ બાઈકનો કાફલો જોવા મળ્યો હતો જો કે ટ્રાફિકના નિયમોને નેવે મુકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યાં હતાં. ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતો આ વિડીયો રવિ ફાઈટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાઈરલ થયો છે. જેને લઈ હાલ ટ્રાફિક એસીપી ટંડેલ દ્વારા તપાસ અને કડક કાર્યવાહીનો આદેશ કરાયો છે.

