Site icon hindtv.in

દેશભરમાં વિજયાદશમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશભરમાં વિજયાદશમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Spread the love

દેશભરમાં વિજયાદશમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
સુરત પોલીસ દ્વારા દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજા
પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સુરત પોલીસ કમિશનરે કરી શસ્ત્ર પૂજા
દશેરાના પર્વે સુરત પોલીસ દ્વારા શસ્ત્ર પૂજાની પરંપરા જાળવાઈ

આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ દશેરાના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.

સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દશેરાના પર્વની પરંપરા મુજબ શસ્ત્રોની સાથે પોલીસ વિભાગનાં વાહનો અને ઘોડાની પણ પૂજા કરવામાં આવી હતી. આ શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે સુરત પોલીસ દ્વારા દશેરાના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Exit mobile version