Site icon hindtv.in

સુરતના લસકાણામાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતર્કતા

સુરતના લસકાણામાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતર્કતા
Spread the love

સુરતના લસકાણામાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતર્કતા
ચોરી અને લૂંટની ઘટનાઓને રોકવા માટે તમામ પેસેન્જર રિક્ષાઓનું રજીસ્ટ્રેશન
રિક્ષાની પાછળ લસકાણા પોલીસ સ્ટેશન લખેલું સ્ટીકર અવશ્ય

સુરતના લસકાણા વિસ્તારમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લસકાણા પોલીસ દ્વારા રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી ચોરી અને લૂંટની ઘટનાઓને રોકવા માટે તમામ પેસેન્જર રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરી તેમની પાછળ ખાસ સ્ટીકર લગાવ્યા હતાં.

સુરત શહેરમાં હજારોની સંખ્યામાં પેસેન્જર રિક્ષાઓ દોડે છે. અનેક વખત મુસાફરોને બેસાડી તેમની સાથે ચોરી, લૂંટફાટ અથવા કિંમતી સામાનની ચોરી જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવા ગુનાઓને રોકવા માટે લસકાણા પોલીસે નવી પહેલ હાથ ધરી છે. લસકાણા પોલીસ દ્વારા વિસ્તારમાં ચાલતી તમામ રિક્ષાઓનું ક્રમવાર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દરેક રિક્ષાની પાછળ વિશેષ ઓળખ માટે સ્ટીકર લગાવવામાં આવ્યા છે. સાથે જ તમામ રિક્ષાચાલકોના મોબાઈલ નંબર એકત્રિત કરીને પોલીસ અને રિક્ષાચાલકોનું સંયુક્ત વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપના માધ્યમથી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ અથવા બહારની રિક્ષા જોવા મળે તો તેનો ફોટોગ્રાફ તરત જ ગ્રુપમાં શેર કરવામાં આવે છે, જેથી પોલીસ ઝડપી કાર્યવાહી કરી શકે. પીઆઈ મીનાબા ઝાલાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે મુસાફરો જ્યારે પણ રિક્ષામાં મુસાફરી કરે, ખાસ કરીને વહેલી સવારે અથવા મોડી રાત્રે, ત્યારે રિક્ષાની પાછળ લસકાણા પોલીસ સ્ટેશન લખેલું સ્ટીકર અવશ્ય તપાસે.

Exit mobile version