Site icon hindtv.in

સુરતમાં જાહેરમાં ગુંડાગીરીના વિડીયો

સુરતમાં જાહેરમાં ગુંડાગીરીના વિડીયો
Spread the love

સુરતમાં જાહેરમાં ગુંડાગીરીના વિડીયો
લબરમુછીયાઓ વચ્ચે થયેલી ઉગ્ર મારામારી
પટ્ટા અને લાકડા વડે હુમલો

સુરતમાં જાહેરમાં ગુંડાગીરીના વિડીયો સામે આવ્યા છે. નજીવી બાબતે કેટલાક લબરમુછીયાઓ વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વિડીયો સ્થાનિકોએ બનાવ્યો હતો.

સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જ અસામાજિક તત્વોએ વાર કર્યો હોય તેમ જાહેરમાં ગુંડાગીરી કરી હતી. માત્ર વાહન ઓવરટેક કરવા જેવી બાબતે લબરમુછીયાઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. રસ્તા વચ્ચે થયેલી બબાના વિડીયો સ્થાનિકોએ બનાવ્યા હતા જેમાં કિશોરો એકબીજા પર પટ્ટા અને લાકડા વડે હુમલો કરતા જોવા મળ્યા હતાં. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ લબરમુછીયાઓને કાયદાનો કોઈ જ ભય રહ્યો હતો. લગભગ 6 થી વધુ કિશોરો અને યુવાનો એકબીજા પર તુટી પડ્યા હતાં. જાહેર રસ્તા પર થયેલી હિંસાને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો.

Exit mobile version