Site icon hindtv.in

સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પર ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ

સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પર ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ
Spread the love

સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પર ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ
પોલીસકર્મીના ઈશારે રૂપિયાનો તોડ કરતા ટીઆરબી જવાન કેમેરામાં કેદ
પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત

સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પર પોલીસ કર્મીના ઈશારે રૂપિયાનો તોડ કરતા ટીઆરબી જવાનનો વિડીયો કેમેરામાં કેદ થયો છે. પિક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત દેખાઈ છે.

સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ કબૂતર સર્કલ પર પોલીસ કર્મીઓ તેમજ ટીઆરબી જવાનો ફાટીને ધુમાડે ચડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક નિયમોના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ સુરત શહેરમા ચાલી રહ્યો છે. વિશેષ વાત એ છે કે પીક અવર્સ દરમિયાન, જ્યારે ટ્રાફિક નિયંત્રણમાં રાખવાનો સમય હોય છે, ત્યારે ટ્રાફિક વિભાગના કેટલીક ટુકડીઓ ફક્ત દંડ વસૂલી અને અમુક TRB જવાનોએ નક્કી કરેલા ‘તરિકા’ મુજબ લોકો પાસેથી રકમ લેનાં દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ત્યારે કબૂતર સર્કલ પર આ વિડિયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું, રાબેતા મુજબ પોલીસ કર્મીને બચાવી ટીઆરબી જવાનની બદલી કરવામાં આવશે કે પછી તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ઘરે બેસાડવામાં આવશે. ??

Exit mobile version