સુરત રેલવે સ્ટેશનની કેન્ટીનમાં ઉંદરનો વીડિયો વાયરલ
કેન્ટીનમાં ઉંદર દેખાતા ચકચાર, સ્વચ્છતા સામે સવાલ
રેલવે સ્ટેશનની કેન્ટીનમાં હાઈજિનના ધજાગરા
સુરત રેલ્વે સ્ટેશનની કેન્ટીનમાં ઉંદરનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. રેલ્વે સ્ટેશનની કેન્ટીનમાં સ્વચ્છતા અને હાઈજિનને લઈ સવાલો ઉભા થયા છે.
સુરત રેલવે સ્ટેશન પર આવેલી કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને હાઈજિનને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. કેન્ટીનમાં રાખવામાં આવેલા મશીનની અંદર એક ઉંદર પફ ખાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં ઉંદર બિન્દાસ રીતે મશીનની અંદર રહેલા પફ ખાતો નજરે પડી રહ્યો છે. આ વીડિયો સામે આવતા રેલવે સ્ટેશનની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને ખાવા-પીવાની વસ્તુઓ પીરસવામાં આવે છે ત્યારે આવી સ્થિતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

