Site icon hindtv.in

લીંબડી હાઇવે બ્રિજ નીચેના અંધારપટનો વિડિયો વાયરલ

લીંબડી હાઇવે બ્રિજ નીચેના અંધારપટનો વિડિયો વાયરલ
Spread the love

લીંબડી હાઇવે બ્રિજ નીચેના અંધારપટનો વિડિયો વાયરલ
બ્રિજ નીચે ભારે અંધારપના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ

લીંબડી હાઇવે બ્રિજ નીચેના અંધારપટનો વિડિયો થયો વાયરલ, વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બ્રિજ નીચે ભારે અંધારપટ છે, જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

લીંબડી હાઇવે બ્રિજ નીચે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે કોઈ અઘટિત ઘટના સર્જાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. બ્રિજ ઉતરતા તેમજ નીચેનો બીજો રોડ પૂરો થતાં અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે અંધારપટને કારણે અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે.છેલ્લા ઘણા સમયથી આ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર સામે ઉઠતા વેધક સવાલો ઉભા થઇ રહ્યા છે શું તંત્રને આ બાબતની જાણ હશે ખરી ? જો હા, તો આ સ્ટ્રીટ લાઈટો બંધ રાખવાનું કારણ શું ? એ પણ એક સવાલ છે. જો આ અંધારાના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ? એ પણ એક સવાલ છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ સ્ટ્રીટ લાઈટો શરૂ થશે ખરી ? કે પછી ‘અંધેરી નગરી ગંડુ રાજા’ જેવી જ સ્થિતિ રહેશે..

Exit mobile version