Site icon hindtv.in

સુરત મનપા કચેરીમાં અધિકારીઓની બર્થડે ઉજવણીનો વીડિયો વાયરલ

સુરત મનપા કચેરીમાં અધિકારીઓની બર્થડે ઉજવણીનો વીડિયો વાયરલ
Spread the love

સુરત મનપા કચેરીમાં અધિકારીઓની બર્થડે ઉજવણીનો વીડિયો વાયરલ
રસ્તા પર ભૂવા, મનપા કચેરીમાં બર્થડે પાર્ટી
અધિકારીઓની બર્થડે ઉજવણીને લઈ મનપાની કામગીરી સામે સવાલો

સુરતમાં એક તરફ રોડ પર ભૂવા પડી રહ્યા છે અને બીજી તરફ પાલિકા કચેરીમાં અધિકારીઓ બર્થડે પાર્ટીની ઉજવણીમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ થયો છે. લીંબાયત ઝોનના વાયરલ વીડિયોને લઈને હવે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સુરત શહેરમાં લોકો ત્રસ્ત છે. અને પાલિકાના અધિકારીઓ મસ્ત હોવાના આક્ષેપો વચ્ચે લીંબાયત ઝોનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક તરફ શહેરના રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે, પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ જવાબદાર અધિકારી કેતન પટેલના જન્મદિવસની ઓફિસમાં ધામધૂમથી ઉજવણી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં અધિકારીઓ દ્વારા ઓફિસમાં જ બર્થડે સેલિબ્રેશન કરવામાં આવતું જોવા મળે છે. હવે સવાલ એ છે કે જ્યારે શહેરમાં રોડ, ખાડા અને ભૂવા જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે, ત્યારે જવાબદાર અધિકારીઓની પ્રાથમિકતા શું હોવી જોઈએ? સુરત પાલિકામાં અનેક વિભાગો ચાર્જ પર ચાલી રહ્યા હોવાની સ્થિતિ વચ્ચે અધિકારીઓની કામગીરી અને જવાબદારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું પાલિકા તંત્ર પ્રજાની સમસ્યાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે? કે પછી અધિકારીઓ પોતાની મસ્તીમાં વ્યસ્ત છે? હવે આ વાયરલ વીડિયો મામલે પાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે. તેના પર સૌની નજર છે.

Exit mobile version