Site icon hindtv.in

મહુવા સુગર ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય, 9 બેઠકો પર જીત

મહુવા સુગર ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય, 9 બેઠકો પર જીત
Spread the love

મહુવા સુગર ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય, 9 બેઠકો પર જીત
પરિવર્તન પેનલને 5 બેઠકો, સહકાર પેનલે ફરી સત્તા જાળવી

મહુવા સુગરની વ્યવસ્થાપક ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. કુલ 16 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે બાકીની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલે 9 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે પરિવર્તન પેનલને 5 બેઠકો પર વિજય મળ્યો છે. આ સાથે મહુવા સુગરમાં ફરી એકવાર સહકાર પેનલે સત્તા જાળવી છે.

મહુવા સુગરની વ્યવસ્થાપક ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળ્યો હતો. કુલ 16 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ થતાં 15 બેઠકો માટે મતદાન અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જાહેર થયેલા પરિણામ મુજબ સહકાર પેનલે 10 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે પરિવર્તન પેનલના ફાળે 5 બેઠકો આવી છે. એક બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલના કર્ણધાર અને સુમુલ ડેરીના માજી પ્રમુખ માનસિંહ પટેલનો પણ વિજય થયો છે. બીજી તરફ પરિવર્તન પેનલમાંથી મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના પુત્ર જૈમીન પટેલ પણ વિજેતા બન્યા છે. આ પરિણામ સાથે મહુવા સુગરમાં ફરી એકવાર સહકાર પેનલે સત્તા જાળવી રાખી છે…

Exit mobile version