Site icon hindtv.in

વડોદરા વડસર રોડમાં VGLના કર્મચારીનું મોત

વડોદરા વડસર રોડમાં VGLના કર્મચારીનું મોત
Spread the love

વડોદરા વડસર રોડમાં VGLના કર્મચારીનું મોત
ગેસ લાઇનની કામગીરી વખતે મજૂરને કરંટ લાગ્યાની આશંકા
શ્રમિકનું કામ દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી

વડોદરા શહેરના વડસર રોડ વિસ્તારમાં આજે એક શ્રમિકનું કામ દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. વડસર રોડ પાસે આવેલી વલ્લભવાટિકા સોસાયટીમાં ગેસ લાઇનની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ ગમખ્વાર ઘટના બની હતી.

વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહેલા શ્રમિકો જ્યારે લાઇન નાખવાની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક સર્જાયેલા અકસ્માતમાં એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામનાર કર્મચારીની ઓળખ હરિયાભાઈ તરીકે થઈ છે, જેઓ વડસર ગામના જ રહીશ હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને GEB ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

VGL ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી આ કામગીરીમાં કર્મચારીઓની સુરક્ષાના પૂરતા સાધનો હતા કે કેમ? તે બાબતે હવે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. વડસર ગામના જ રહીશ એવા હરિયાભાઈના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં કોઈની બેદરકારી જવાબદાર છે કે કેમ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version