Site icon hindtv.in

ઇસ્માઇલ દરબારની માતાના મોત કેસમાં 18 વર્ષ બાદ ચુકાદો

ઇસ્માઇલ દરબારની માતાના મોત કેસમાં 18 વર્ષ બાદ ચુકાદો
Spread the love

ઇસ્માઇલ દરબારની માતાના મોત કેસમાં 18 વર્ષ બાદ ચુકાદો
તબીબી બેદરકારીના કેસમાં ડૉ. પરેશ ભજીયાવાલાને 2 વર્ષની સજા
વર્ષ 2009ના કેસમાં લાંબી કાનૂની લડત બાદ ચુકાદો
સુરત કોર્ટના ચુકાદાથી તબીબી જગતમાં ચર્ચા જાગી

સુરતના સંગીતકાર ઈસ્માઈલ દરબારની માતાના મૃત્યુ કેસમાં 18 વર્ષ બાદ મહત્વનો કોર્ટ ચુકાદો આપ્યો હોય તેમ તબીબી બેદરકારીના કેસમાં કોર્ટે આરોપી ડોક્ટર પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2009માં બનેલી આ ઘટનામાં લાંબી કાનૂની લડત બાદ ચુકાદો આવતા ચર્ચા જાગી હતી.

સુરતના નાનપુરા સ્થિત ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં વર્ષ 2009માં સંગીતકાર ઈસ્માઈલ દરબારનાં 70 વર્ષીય માતા જૈતુનબીબી દરબારને સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ગરમ પાણીની થેલી લાંબો સમય રાખી દેવાતા તેઓ પીઠ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયાં હોવાનો આક્ષેપ થયો હતો. પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ સમયસર યોગ્ય સારવાર ન મળતાં ફેબ્રુઆરી 2009માં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે અઠવા પોલીસે તબીબી બેદરકારીનો ગુનો નોંધી ડોક્ટર પરેશ ભજીયાવાલાની ધરપકડ કરી હતી. આખરે 18 વર્ષ બાદ સુરત કોર્ટે આરોપી ડોક્ટર પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા ફટકારી છે. ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ કેતન રેશમવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી.

Exit mobile version