Site icon hindtv.in

સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
Spread the love

સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમેં રીઢા ચોરને ઝડપી પાડ્યો
ચોર મુસ્તાક મુખતાર શેખને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા અને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે રીઢા વાહન ચોર મુસ્તાક મુખતાર શેખને ઝડપી પાડી તેની પાસેથી સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી ચોરીયેલી બાઈક કબ્જે લઈ તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version