Site icon hindtv.in

સુરતમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

સુરતમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ
Spread the love

સુરતમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ
પતિના દીર્ઘાયુષ્ય માટે અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના

વટ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી હતી. પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરે છે. તો યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું જેથી વટ સાવિત્રી વ્રત ઉજવાય છે.

હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે. વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે. તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધાપ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે.મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે.

Exit mobile version