Site icon hindtv.in

સુરતની વરાછા પોલીસે અનોખી પહેલ શરૂ કરી

સુરતની વરાછા પોલીસે અનોખી પહેલ શરૂ કરી
Spread the love

સુરતની વરાછા પોલીસે અનોખી પહેલ શરૂ કરી
દરેક ઓટો રિક્ષાને બે આંકડાનો યુનિક નંબર આપવામાં આવ્યો
રિક્ષાચાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો

સુરતની વરાછા પોલીસે મુસાફરોની સુરક્ષા અને ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે અનોખી પહેલ શરૂ કરી છે. હવે દરેક ઓટો રિક્ષાને બે આંકડાનો યુનિક નંબર આપવામાં આવી રહ્યો છે, જેના કારણે રિક્ષાની ઓળખ સરળ બનશે.

સુરતમાં રીક્ષામાં મુસાફરોની સુરક્ષાને લઈ વરાછા પોલીસે નવી વ્યવસ્થા અમલમાં મૂકી હોય આ પહેલ હેઠળ દરેક ઓટો રિક્ષાને બે આંકડાનો યુનિક નંબર આપવામાં આવ્યો છે. કોઈપણ ફરિયાદ, અકસ્માત કે અન્ય ઘટનાના સમયે આ નંબરના આધારે રિક્ષાની ઝડપથી ઓળખ કરી શકાશે. આ વ્યવસ્થાથી રિક્ષાચાલકોની ઓળખ સરળ બનશે, મુસાફરોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે અને પોલીસને ફરિયાદોના ઝડપી નિરાકરણમાં પણ મહત્વપૂર્ણ મદદ મળશે. વરાછા પોલીસની આ પહેલને લોકો અને રિક્ષાચાલકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Exit mobile version