Site icon hindtv.in

ચીટીંગના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો

ચીટીંગના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

ચીટીંગના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો
શ્યામધામ ચોક પાસે સાઈકૃપા સોસાયટીમાંથી આરોપીની ધરપકડ
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી ઝડપાયો

સુરતની વરાછા પોલીસે ચીટીંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરમાં બનતા ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ વરાછા પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીબી ગોલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિજયસિંહ, અપોકો સંદિપભાઈ અને અપોકો વાસુરભાઈને મળેલી બાતમીના આધારે ચીટીંગના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી સરથાણા શ્યામધામ ચોક પાસે સાંઈકૃપા સોસાયટીમાં રહેતા દિલીપ છાયાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version