Site icon hindtv.in

સુરત હજીરામાં આવેલી એએમ એનએસ કંપનીમાં તોડફોડ

સુરત હજીરામાં આવેલી એએમ એનએસ કંપનીમાં તોડફોડ
Spread the love

સુરત હજીરામાં આવેલી એએમ એનએસ કંપનીમાં તોડફોડ
તોડફોડ અને આગજનીને લઈ હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ
સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત

સુરત હજીરામાં આવેલી એએમ એનએસ કંપનીમાં એલ એન્ડ ટીના કામદારો દ્વારા પગાર વધારાની માંગ સાથે કરાયેલી તોડફોડ અને આગજનીને લઈ હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કામદારોની અટકાયત કરાઈ રહી હોય ત્યારે કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી.

સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયુ હતું. હાલમાં જ બે દિવસ પહેલા હજીરાની એએમ એનએસ કંપનીમાં એલ એન્ડ ટીના કામદારો દ્વારા કરાયેલા તોફાનમાં તોડફોડ અને આગજની કરાઈ હોય જે મામલે કોંગ્રેસ દ્વારા કામદારોની વ્હારે આવી છે. કોંગ્રેસે આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે હજીરા ખાતે આવેલ એએમ/એનએસમાં એલ એન્ડ ટી ખાતે જે બનાવ બન્યો હતો આ બાબતે કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવીને ગુના દાખલ કરવામાં આવ્યા છે જેથી કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.

Exit mobile version