Site icon hindtv.in

વલસાડ જિલ્લા SOGને મળી સફળતા.

વલસાડ જિલ્લા SOGને મળી સફળતા.
Spread the love

વલસાડ જિલ્લા SOGને મળી સફળતા.
યુવાનોને નશાના રવાડે ચઢાવનારાઓ સામે પોલીસની લાલઆંખ.
વલસાડથી એક યુવકને 35 બોટલ કોડેઇન ફોરેસ્ટ સીરપ સાથે ઝડપ્યો.

વલસાડ એસઓજી પોલીસે ભાગડાવાડા તળાવ પાસેથી કોડેઇન ફોસ્ફેટ સીરપની 35 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે.

આગામી શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં NDPS સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા SP ડૉ. કરનરાજ વાઘેલાએ SOG PI ને સૂચના આપી હતી. જેને પગલે SOG પોલીસે ભાગડાવાડા તળાવ પાસેથી કોડેઇન ફોસ્ફેટ સીરપની 35 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે. SOG PI એ.યુ. રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને ભાગડાવાડા તળાવ પાસે મોપેડ નંબર GJ-04-DP-9200 પર એક શંકાસ્પદ યુવક દેખાયો. તપાસમાં યુવકની ઓળખ 34 વર્ષીય મોહમદ ઝૈદ સલીમ સિંધા તરીકે થઈ હતી.

પકડાયેલા યુવક પાસેની બેગની તપાસ કરતાં તેમાંથી કોડેઇન ફોસ્ફેટ સીરપની 35 બોટલો મળી આવી. વલસાડ FSLની ટીમે સીરપનું પરીક્ષણ કરી કોડેઇન ફોસ્ફેટની હાજરીની પુષ્ટિ કરી હતી. પોલીસે 43 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી, વલસાડ સીટી પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version