Site icon hindtv.in

વલસાડના ઉમરગામ સંજાણમાં દિવ્યાંગ વ્યક્તિ ઉપર હુમલૉ

વલસાડના ઉમરગામ સંજાણમાં દિવ્યાંગ વ્યક્તિ ઉપર હુમલૉ
Spread the love

વલસાડના ઉમરગામ સંજાણમાં દિવ્યાંગ વ્યક્તિ ઉપર હુમલૉ
બુરખો પહેરી અજાણ્યા વ્યક્તિએ હુમલો કરી ચોરી અને લૂંટનો કર્યો પ્રયાસ.
પોલીસે સીસીટીવીફૂટેજના આધારે તપાસ શરૂ કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુરખો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે બુરખો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરી દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત વ્યક્તિની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોને આવતા જોઈ બુરખાધારી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં અને લૂંટ કરવાના ઇરાદે હુમલો કરવાની ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version