Site icon hindtv.in

વડોદરા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મ્યુ.કમિશનર

વડોદરા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મ્યુ.કમિશનર
Spread the love

વડોદરા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મ્યુ.કમિશનર
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં તૈનાત વોલન્ટિયર્સ પગારથી વંચિત
પાલિકા દ્વારા 47 જેટલા વોલંટીયર્સની તૈનાતી કરવામાં આવી છે.

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER ) ને ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારના વન્ય, જળચર તથા અન્ય જીવોને નુકશાન નહી પહોંચે તે માટે પાલિકા દ્વારા 47 જેટલા વોલંટીયર્સની તૈનાતી કરવામાં આવી છે.

વડોદરામાં ( VADODARA) પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 100 દિવસમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની તૈયારી સાથે તંત્ર કામ કરી રહ્યું છે. આ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદી તથા કિનારે વસવાટ કરતા વન્ય, જળચર તથા અન્ય જીવોને કોઇ પણ પ્રકારે નુકશાન ના પહોંચે, અને તેમની સુરક્ષા તથા સલામતી માટે વોલંટીયર્સને ફોજને તૈનાત કરી દેવામાં આવી છે. આશરે 47 જેટલા વોલંટીયર્સને રૂ. 18 હજારના પગારે રાખવામાં આવ્યા છે. ચાર ઝોન હેઠળ ભાગ પાડીને આ કામ સરળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા મ્યુ.કમિશનર અરુણ મહેશ બાબુ મનપાના હોદ્દેદારોને સાથે રાખી વિઝિટ કરી છે

વિશ્વામિત્રી પ્રોજેક્ટને એક માસ કરતા પણ વધારે સમય વિતી ગયો છે. જેમાં કામ કરતા વોલંટીયર્સને હજી સુધી તેમનો પગાર આપવામાં આવ્યો નથી. જેને પગલે તેઓ તંત્રની લાપરવાહી સામે ખફા છે. જેથી કેટલાક વોલંટીયર્સ દ્વારા કામમાંથી ટુંકો વિરામ લેવામાં આવ્યો છે. તો બીજી તરફ કેટલાકે 22, એપ્રિલ સુધીમાં પગાર થવાની બાંહેધારી પર વિશ્વાસ મુકીને કામકાજ ચાલુ રાખ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ વોલંટીયર્સને એનિમલ રેસ્ક્યૂ સમયે સેફ્ટી શુઝ અને કીટનું વચન આપવામાં આવ્યું હતું. જે હજીસુધી મળી નથી. સાથે જ તેમના ઇન્શ્યોરન્સને લઇને કરેલો વાયદો હવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version