Site icon hindtv.in

વડોદરા પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

વડોદરા પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Spread the love

વડોદરા પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું કોંગ્રેસ જુઠ્ઠું અને જોરથી બોલે છે
પાદરામાં રહેતા રોહિંગ્યાને બાંગ્લાદેશ મોકલવાના છે

વડોદરા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મોભા સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી થયો છે. તેઓએ કહ્યું કે પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી-શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે. કોંગ્રેસના કારણે આપણને પાણી નહોતું મળતું, કોંગ્રેસ જુઠ્ઠું અને જોરથી બોલે છે

વડોદરા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મોભા સ્નેહમિલન કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે તાલુકો, જિલ્લા પંચાયત અને ધારાસભ્ય, સાંસદ અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પાદરામાં પણ ભાજપની સરકારના કારણે કામ થઈ રહ્યા છે, પરંતુ જુઠ્ઠું અને જોરથી બોલનારા પોતાના નામે જશ લેવા નીકળી પડે છે. પાદરા જંબુસર હાઇવે અત્યાર સુધી બન્યો ન હતો, કેમ કે તે લોકો જુઠ્ઠા છે, જીતીને આવ્યા ત્યારે તે રોડ કેમ ન બન્યો, કોંગ્રેસથી તે રોડ કેમ ન બન્યો, જ્યાં જશ લેવા નીકળે છે ત્યાં કહે છે આ રોડ કોંગ્રેસે બનાવ્યો, ત્યારે મારો આ જુઠ્ઠા લોકોને સવાલ છે ? ભોજ ગામમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન નાગરિકો મળી આવ્યા હતા. જે તમારો અને મારો અધિકાર છીનવતા હતા. તે લોકોને આપણે પાદરામાંથી કાઢી બાંગ્લાદેશ મોકલ્યા છે. આ કામ ભાજપની સરકારે કર્યું છે

વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન નાગરિકો મળી આવ્યા હતા. જે તમારો અને મારો અધિકાર છીનવતા હતા. તે લોકોને આપણે પાદરામાંથી કાઢી બાંગ્લાદેશ મોકલ્યા છે. આ કામ ભાજપની સરકારે કર્યું છે અને તેનુ પરિણામ આજે બિહારમાં દેખાયું છે. જો બાંગ્લાદેશના રોહિંગ્યા મુસલમાન પાદરામાં વસવાટ કરતા હોય તો તેઓને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે, આ ભારત દેશ છે આ ભારતીયોનો દેશ છે આમાં બીજા કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાનનો પંજો પડવા દેવાનો નથી. સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે તેમ પાદરામાંથી પણ સફાયો કરવાનો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version