ઉત્રાણ પોલીસે નકલી કોસ્મેટિક બનાવતા કારખાનામાં દરોડો પાડી લાખોની મત્તા કબ્જે
આલ્પ્સ ગુડનેસ રોઝમેરી બ્રાન્ડની નકલી વોટર બનાવતો ઉદ્યોગપતિ ઝડપાયો
ઉત્રાણ વિસ્તારમાં નકલી બ્રાન્ડેડ કોસ્મેટિક બનાવતો સાગર ગજેરા ઝડપાયો,
15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સુરતની ઉત્રાણ પોલીસને સાથે રાખી આલ્પ્સ ગુડનેસ રોઝમેરી કંપનીના માણસોએ નકલી વોટર બનાવનારના કારખાનેદરોડા પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઇની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલાં સુરતના ઉત્રાણ વિસ્તારમાં ઉમરા-વેલંજા દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડ્કટ જેવું જ પેકેજિંગ વાળી વસ્તુ અને કંપનીને ભળતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરાતું હોવાની માહિતી મળી હતી. જેથી કંપનીના માણસોએ ઉત્રાણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી. રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર 31 વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરી હતી. આ સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા 3,900 ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી હતી. જેના પર રૂપિયા 399 કિંમત લખેલી હતી. પોલીસ દ્વારા 15,56 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. હાલ તો ઉત્રાણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપી રાઈટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

