ઉત્રાણ પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા
ચિરાગ સોલંકીને ઝડપી ગાંજાનો જથ્થ સહિતની મત્તા કબ્જે કરી
વીઆઈપી સર્કલ પાસેથી 3 હજાર 351ની કિંમતનો જથ્થો ઝડપ્યો
સુરતની ઉત્રાણ પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝઓન ફાઈવ અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાથી ઉત્રાણ પી.આઈ. એન.જી. પટેલની ટીમના પી.એસ.આઈ. એ.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પેટ્રોલિંગમાં હતો ત્યારે અ.હે.કો. કિરીટભાઈને મળેલી બાતમીના આધારે ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસેથી 3 હજાર 351ની કિંમતના ગાંજાના જથ્થા સાથે મુળ મહારાષ્ટ્ર જલગાંવનો અને હાલ ઉત્રાણ ગામ ખાતે રહેતા મોહિત નાનેશ્વર મહાજન તથા બીજો મુળ અંકલેશ્વરનો અને હાલ ઉત્ારણ ગામમાં રહેતા ચિરાગ સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી.

