Site icon hindtv.in

સુરતમાં વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ

સુરતમાં વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ
Spread the love

સુરતમાં વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ
ફેક પ્રોફાઈલ બનાવી હોંગકોંગ અને દુબઈ ખાતે માલ મંગાવ્યો
કરોડોના હિરા પડાવનાર ઠગ કમલેશ રાવળને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ફેક પ્રોફાઈલ બનાવી હોંગકોંગ અને દુબઈ ખાતે માલ મંગાવી કરોડોના હિરા પડાવનાર ઠગને ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરતની ઓળખ શમા હિરા ઉદ્યોગમાં ઠગાઈના બનાવો વધી રહ્યા છે. ત્યારે વિશ્વપ્રસિદ્ધ હીરા બજારને નિશાન બનાવી અમેરિકાની નામાંકિત કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપી હીરા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશભાઈ રાવળની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે. આ ટોળકીએ વર્ચ્યુઅલ ગેટ-વે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કુલ 4.80 કરોડના એટલે કે 5 લાખ 34 હજાર 220 ડોલર ની કિંમતના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ કૌભાંડમાં અગાઉ ચાર આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે હવે આ આખા ષડયંત્રના માસ્ટરમાઈન્ડને કતારગામ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version