Site icon hindtv.in

નસવાડીના લિન્ડા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો

નસવાડીના લિન્ડા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો
Spread the love

નસવાડીના લિન્ડા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને સ્થાનિકો વચ્ચે તીખી બોલાચાલી
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

નસવાડીના લિન્ડા ગામમાં ગત રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને સ્થાનિક લોકો વચ્ચે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ ન મળવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

નસવાડીના લિન્ડા ગામમાં ધારાસભ્ય તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા અને મોદી સરકારની યોજનાઓ ગણાવવા ગયા હતા. તેમણે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરતા જ કેટલાક સ્થાનિકોએ તેમને કાર્ડ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. આના પર ધારાસભ્ય ગુસ્સે થયા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અભેસિંહ તડવી ગુસ્સામાં એક સ્થાનિક વ્યક્તિને ‘પછી વાત કરજો’ અને ‘બેસી જા’ કહીને બેસાડી દેતા જોવા મળે છે. આ ઘટનાને દાદાગીરી તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નસવાડીના અંતરિયાળ વિસ્તારોમાં સરકારની આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભ ન મળવાને કારણે સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version