Site icon hindtv.in

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
Spread the love

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરીને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ અને પવનના ઝાપટાં સાથે સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. હાલમાં સક્રિય થયેલા મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને કરંટ રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી 8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને વહીવટી તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ 6 અને 7 ઓગસ્ટના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ વરસાદનું જોર વધતાં 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં મૌસમનો ભારે વરસાદ પડી શકે છે. તેમજ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતાને જોતાં આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version