Site icon hindtv.in

અરવલ્લી જિલ્લામાં ગાયનેક તબીબની અનોખી મુહિમ

અરવલ્લી જિલ્લામાં ગાયનેક તબીબની અનોખી મુહિમ
Spread the love

અરવલ્લી જિલ્લામાં ગાયનેક તબીબની અનોખી મુહિમ
ડોકટર રવિ પ્રજાપતિએ શિક્ષણને મહત્વ આપવા અનેરો પ્રયાસ કર્યો

અરવલ્લી જિલ્લામાં ગાયનેક તબીબની અનોખી મુહિમ સામે આવી છે. મોડાસાના શામળાજી રોડ પર મહાલક્ષ્મી ગાયનેક હોસ્પિટલ ચલાવતા ડોકટર રવિ પ્રજાપતિએ શિક્ષણને મહત્વ આપવા અનેરો પ્રયાસ કર્યો છે.

ડો. રવિ પ્રજાપતિએ ચાલુ વર્ષે મેઘરજ તાલુકાની સરકારી શાળાઓમાં ધોરણ 1 અને બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનાર અંદાજે 2,500 જેટલા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે. બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને અન્ય દાતાઓને વિદ્યાર્થીઓ માટે દાન કરવાની પ્રેરણા મળે તેવા આશયથી ડો. રવિ પ્રજાપતિએ દાનની જાહેરાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજીને તમામ સ્કૂલ બેગો ને શાળાના બાળકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવનાર હોવાનું સેવાભાવી તબીબે જણાવ્યું છે..

Exit mobile version