Site icon hindtv.in

સુરતમાં કેન્દ્રય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ચાય પે ચર્ચા

સુરતમાં કેન્દ્રય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ચાય પે ચર્ચા
Spread the love

સુરતમાં કેન્દ્રય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ચાય પે ચર્ચા
આમ આદમી પાર્ટીને આ વખતે એક પણ બેઠક જીતીને બતાવો
આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસને પણ સી.આર. પાટીલે આડેધ હાથ લીધી

સુરતમાં કેન્દ્રય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ચાય પે ચર્ચા દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીને આ વખતે એક પણ બેઠક જીતીને બતાવો તો હું માની લઉ તેવો હુંકાર કરતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ચાય પે ચર્ચા દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં. પાટીલે કહ્યું હતુ કે ગઈ ચૂંટણીની 27 બેઠકો આપે જીતી હતી પણ આ વખતે જીતી બતાવો તો હું માની લઉં. સી.આર. પાટીલે આ વખતે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાનો દાવો કરતા સુરતનુ રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસને પણ સી.આર. પાટીલે આડેધ હાથ લીધી હતી. અને કહ્યુ હતુ કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનુ કોઈ વજુદ નથી. હાલ સુરત મનપાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.

Exit mobile version