Site icon hindtv.in

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલનો જન્મદિન

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલનો જન્મદિન
Spread the love

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલનો જન્મદિન
જન્મદિનને લઈ સવારથી જ તેમને શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં સમર્થકો
16 મીએ સીઆર પાટીલનો જન્મદિન હોય આજે શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિનને લઈ સવારથી જ તેમને શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ તેઓના ઘરે પહોંચ્યા હતાં. 16 મીએ સીઆર પાટીલનો જન્મદિન હોય જો કે સંસદ ચાલુ હોવાથી એક દિવસ પહેલા કાર્યકરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને માજી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તથા સુરત નવસારીના સાંસદ સી.આર. પાટીલનુ જન્મદિન હોય જેને લઈ તેઓને શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. સીઆર પાટીલનો જન્મદિન 16મીએ છે જો કે સોમવારે સંસદ ચાલુ હોય સીઆર પાટીલ દિલ્હી હોવાને લઈ સુરતમાં કાર્યકરોએ એક દિવસ પહેલા જ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં શુભેચ્છકો અને કાર્યકરો તથા સમર્થકો સી.આર. પાટીલને જન્મદિનની શુભેચ્છા આપવા પહોંચ્યા હતાં. સેવાકીય પ્રવૃત્તિ સાથે સી.આર. પાટીલના જન્મદિનની ઉજવણી કરાઈ હતી.

Exit mobile version